
અમેરિકામાં ફરી ગોળીબાર: મિસિસિપીની શાળામાં 4ના મોત, ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા
Shooting in School at Mississippi, USA : અમેરિકાના મિસિસિપીમાં એક હાઇસ્કૂલમાં ગોળીબારની ઘટના બની છે. જેમાં ચાર લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ચાર ઈજાગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મેયરએ જણાવ્યું હતું કે, 'સમગ્ર ઘટના મામલે તપાસ ચાલી રહી છે.' રિપોર્ટ મુજબ, જોન લીએ જણાવ્યું હતું કે, 'ગોળીબાર મધ્યરાત્રિની આસપાસ થયો હતો, અને ચાર ઈજાગ્રસ્તને એરલિફ્ટ કરીને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.' મિસિસિપીના સેનેટર ડેરિક સિમન્સે જણાવ્યું હતું કે, 'ગોળીબારમાં ચાર લોકોના મોત નીજપ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ 20 લોકોને ગોળીઓ વાગી હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.' મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ (MDPS)ના પ્રવક્તા બેલી માર્ટિને જણાવ્યું હતું કે, 'મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (MBI) લેલેન્ડ પોલીસ તપાસમાં મદદ કરશે. ગોળીબાર 4,000ની વસ્તી ધરાવતા વોશિંગ્ટન કાઉન્ટીના મિસિસિપીના નાના શહેરમાં લેલેન્ડમાં થયો હતો.