Jammu and Kashmir News: દિવાળીના તહેવારમાં આતંકવાદીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. સુરક્ષા દળોની સતર્કતાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો. દિવાળી પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હેફ વિસ્તારમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું હતું. સુરક્ષા દળોએ તેનો સફળતાપૂર્વક નાશ કર્યો.
પોલીસ અને સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલ આ સંયુક્ત ઓપરેશન, વિસ્તારની સંપૂર્ણ તપાસ પછી પૂર્ણ થયું. ત્યારબાદ થોડીવારમાં સામાન્ય ટ્રાફિક ફરી શરૂ થયો. કાશ્મીર પોલીસે આ ઘટનાના સંદર્ભમાં કેસ નોંધ્યો છે અને વિસ્ફોટક પ્લાન્ટ કરવાના પ્રયાસ પાછળ કોણ હતું તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે.
કાશ્મીરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સમયસર શોધખોળથી દિવાળીના શુભ પ્રસંગે જાનમાલનું નુકસાન ટાળવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ વિધ્વંસક પ્રવૃત્તિને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળો વિસ્તારમાં હાઈ એલર્ટ પર છે.